શ્રી રામકૃષ્ણ સેવા સમિતિ એક ભારતીય સંસ્કૃતિ ના જીવનલક્ષી આદર્શો ને વરેલી એક સ્વૈછિક સંસ્થા છે. મૂલ્ય નિષ્ઠા જાહેર જીવન માં સક્રિય અને પાયા ના સ્તરે થી બહેતર સમાજ નિર્માણ માટે મથી રહેલા સંખ્યાબંધ નામી - અનામી સમાજસેવકો આ સંસ્થા સાથે જોડાયેલા છે. સંસ્થા દ્વારા અનેકવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓ માં કરવામાં આવે છે, તે ઉપરાંત, સંસ્થા ના ટ્રસ્ટીગણ ના સીધા માર્ગદર્શન હેઠળ શાળા નું પણ સંચાલન કરવામાં આવે છે.

રાષ્ટ્ર ને સમર્પિત, તેજસ્વી નાગરિકનું વ્યક્તિત્વ ઘડતર એ આ બંને શાળાઓ નું પ્રમુખ લક્ષ્ય છે. આજ ના વિદ્યાર્થીઓ આપણી સમન્વિત સામાજિક , ધાર્મિક અને શૈક્ષણિક સંસ્કૃતિ ના સમૃદ્ધ વારસા નું મૂલ્ય સમજી ને જાળવણી કરે તથા તેમનું વૈજ્ઞાનિક માનસ કેળવાય, માનતાવાદ કેળવાય ,તેઓ ધાર્મિક , ભાષાકીય , પ્રાદેશિક કે સાંપ્રદાયિક ભેદભાવ પાર રહે ,સૌમાં સમાન બંધુત્વ નીભાવના કેળવાય તેનું સર્વાંગી શિક્ષણ આપવા માટે શાળાઓ પ્રયત્નશીલ છે.

અહીં શિક્ષણ નો વ્યાપ સંસ્કાર , સહયોગ , બંધુત્વ ,સેવા , સદભાવના કેળવવી સુધી વિસ્તારવા માં આવે છે.

સર્વશ્રેષ્ઠ શિક્ષણ:

 1. વિદ્યાર્થીઓ ના સર્વાંગી વિકાસ માટે સનિષ્ઠ અને અનુભવી શિક્ષકો દ્વારાશિક્ષણકાર્ય

 2. આધુનિક વિજ્ઞાન ના સાધનો થી સજ્જ પ્રયોગશાળાઓ

 3. ઇન્ફોરમેશન ટેક્નોલોજી ના ઉપયોગ થી શિક્ષણ

 4. કમ્પ્યુટર લેબ અને રમતગમત ના મેદાન

 5. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કર્મચારીઓ

સર્વાંગી વિકાસલક્ષી પ્રવૃતિઓ:

 1. શાળા દ્વારા શ્રેષ્ઠ અનેક વિધ શૈક્ષણિક , સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો નું આયોજન

 2. શાળા દ્વારા આંતરરાષ્ટ્રીય વકૃત્વ સ્પર્ધા , યોગાસન સ્પર્ધા , નિબંધ સ્પર્ધા વગેરે માં સહભાગીતા

 3. શાળા માં નિયમિત રીતે મહાનુભાવો દ્વારા વ્યાખ્યાન શ્રેણી

 4. શિક્ષણ દિન અને તમામ રાષ્ટ્રીય તહેવારો ની ઉત્સાહ ભેર ઉજવણી

 5. શૈક્ષણિક પ્રવાસ નું આયોજન

 6. શાળા ઓ માં વિજ્ઞાનમેળા અને ગણિત પ્રશ્ન મંચ નું આયોજન

 7. વિવિધ સાહિત્યકારો વિષે પ્રેરક વ્યાખ્યાનમાળા

 8. વૃક્ષારોપણ , પક્ષી બચાવોઅભિયાન , ભૂકંપ પીડિતો નેસહાય વગેરે સમાજલક્ષી કાર્યક્રમો નું આયોજન અને વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન

Our Gallary